દાદીના હાથનું શિરામણ
દાદીના હાથનું શિરામણ
દાદીના હાથનું સવારનું શિરામણ આજે ચાખ્યું
તેને તો ભરી ભરીને ઘી રોટલીમાં આજે રેડયું
પીઝાની ઉપર ચીજ પણ ફિક્કું લાગ્યું..
જ્યારે નીતરતા ઘીમાં શિરામણ મેં ચાખ્યું
મને ઘી નથી ભાવતું. મને રોટલી તળેલી ભાવે છે
દાદી મારાના માન્યા ને ત્રિકોણ રોટલીનો આકાર રાખ્યું
માખણ જેવી એ રોટલી પાણી પુરી ને પણ માત આપ્યું
જ્યારે દાદીનું શિરામણ મેં ચાખ્યું
દાદીની એ મીઠી વાણી સ્વાદ નહિ પણ શરીર તારું તેજ મને રાખ્યું
દાદીનું આજ મેં શિરામણ ચાખ્યું
