શહેરમાં આવી ગઈ
શહેરમાં આવી ગઈ
શહેરમાં આવી ગઈ, હા હું શહેરમાં આવી ગઈ
બે ચોટલા ને સાદો ડ્રેસ પહેરી,
હું જીન્સ ટોપ પહેરતી છોકરીઓની ટોળકીમાં આવી ગઈ..
હા હું શહેરમાં આવી ગઈ
વહેલી સવારે ફળિયામાં સૂર્યની કિરણ સંગાથે ઉઠતી હું
આજ બારીથી ઢાંકકતા આછા પડદા રૂપે બેડરૂમમાં આવી ગઈ
હા હું શહેરમાં આવી ગઈ
દાદીનું શિરામણ ને ઘી ત્યજીને ચોખ્ખું દૂધ મારી વ્હાલી વાછરડી ને મૂકી
બ્રેડ ને લેમન ટી ને હું ફાવી ગઈ
હા હું શહેરમાં આવી ગઈ
કિલોમીટર દૂર પ્રકૃતિને અડતા વૃક્ષો સાથે વાત કરતા ખેતરને ભૂલી ગઈ
એકજ જગ્યાએ ઉભા ઉભા જીમના મશીન ને એસી ને જોઈ ગઈ
હા હું શહેરમાં આવી ગઈ..
સવારના પરોઢિયા ભજન ને હું જાણે ભૂલી ગઈ
કાનમાં એ સ્પ્રિંગના ટુકડા ટીંગાડી હિપહોપના ગીત જાણી ગઈ
હા હું શહેરમાં આવી ગઈ
ચોખ્ખાઈ ને શાંતિને હું ત્યજતી ગઈ..
ઘોંઘાટને ગટર ગંદકીને ટ્રાફિકને હું ભાળી ગઈ
હા હું શહેરમાં આવી ગઈ
ડોશીઓની વાર્તા ને દાદાની સલાહને પારંગી ગઈ..
ટોકીઝ ને રેસ્ટોરન્ટમાં મુવીને પાર્ટી ભાળી ગઈ
હા હું શહેર માં આવી ગઈ
ગાડાનું પૈડું ને સાઇકલ ના ચક્કર ભૂલી ગઈ
હાઇવે રોડ પર ધમધમાટ સ્કૂતી ચલાવતા હું શીખી ગઈ
હા હું શહેરમાં આવી ગઈ
જય શ્રીકૃષ્ણ કહેતા હું ભૂલી ગઈ
ને હાઈ હેલો કરતા હું શીખી ગઈ
હા હું શહેરમાં આવી ગઈ
નદીમાં છલાંગ મારતા ને સઁખ છીપલા ગોતતા અટકી ગઈ
માટીનો બનાવેલો અડધો સ્વીન્વીનગ પુલ માં તરતા હું શીખી ગઈ
હા હું શહેરમાં આવી ગઈ
સ્વાર્થની થોડી તરસ દેખાણી આ શહેરમાં ત્યારે
અજાણ્યાને પણ ચા પીવરાવતી મારા ગામની એ ધુલિયાળી શેરી યાદ આવી ગઈ
હા હું શહેરમાં આવી ગઈ
