થીજી ગયું મસ્તક
થીજી ગયું મસ્તક
વાગી કુલ્હાડીને થીજી ગયું મસ્તક,
કુદરતના આંગણે જ્યારે માનવીએ આપી દસ્તક.
બી વાવ્યું ધરતીમાં,
નીર આપ્યું આકાશે.
આમાં માનવીએ શી કરી મહેનત,
આતો કુદરતની છે કરામત.
ફૂલ ખીલ્યું ને બહુ લાગ્યું સુંદર,
કોઈ ઈશ્વરને ધર્યું તો કોઈએ ચોટલાને લગાવ્યું;
સૌરભથી ખીલ્યું આખું વાતાવરણ,
તો પછી માનવી કુલ્હાડીના ઘા મારે ક્યાં કારણ ?
ઇંધણ બની પેટ ઠર્યા, ફળ બની સ્વાદ આપ્યા,
વિસામો લય છાંયો ખાય, પાંદડાનો બની ઢાંકે છે કાય,
પ્રકૃતિ છે અમારો પરિવાર,
જંગલ ડુંગરા નદીને તળાવ.
ઉપયોગી હરહંમેશ અમે થાય,
છતાં પણ માનવીના હાથે વારંવાર કપાય.
વૃક્ષોની વેદના જેને સમજાય,
એનેજ ધરતીનો માનવી કહેવાય.
વાગી કુલ્હાડીને થીજી ગયું મસ્તક,
કુદરતના આંગણે જ્યારે માનવીએ આપી દસ્તક.