STORYMIRROR

Vishal Dantani

Romance

4  

Vishal Dantani

Romance

પ્રેમની પાળીએ

પ્રેમની પાળીએ

1 min
330

હું રૂપનાં સંગે ચઢીને સાવ બગડી ગયો છું,

હરેક ચહેરે તારું જ બિબું જોતો થયો છું !


એક જ વારની એ નજરમાં લપસી ગયો છું,

દુનિયાની રસમો ભૂલી કાદવ કાદવ થયો છું !


આપનાં ચહેરાંનાં ભાવોમાં ડૂબી જ ગયો છું,

મંદ મંદ અનોખા સ્મિતનો તરવૈયો થયો છું !


કોમળ હાથને હાથમાં લઈ સ્વપ્ને ગયો છું,

બે પળનાં મિલનમાં જિંદગી બાંધતો થયો છું !


હવે હું પ્રેમની પેલી પાળીએ આવી ગયો છું ,

આગમને આપનાં અધીરો અધીરો થયો છું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance