STORYMIRROR

Vishal Dantani

Others

3  

Vishal Dantani

Others

પ્રિતરંગ

પ્રિતરંગ

1 min
357

મને રંગ ગમ્યો હતો ગુલાબી, 

પછી સપનાં આવ્યા ગુલાબી,


છેક ચૉરી સુધી લઈ આવ્યો રંગ ગુલાબી, 

પણ સપનાં છૂટ્યા ને ગયો રંગ ગુલાબી,


ઓળઘોળ થયો હતો લાલ રંગ પણ,

પ્રિતનાં ગુલાબનો આછો થયો રંગ ગુલાબી,


રંગાણો મારો વાલો, ને હું શોધું છું ગુલાબી, 

ભર થોડાં તો ભર, રંગ હવે તું ગુલાબી, 


પછી કોઈ સતરંગી પાઘડીયે,

બંધાયો રંગ ગુલાબી, 

ને મુજ ભરમનો ઉતારી ગયો,

રંગ બધો ગુલાબી ! 


ભૂલ પછી મને સમજાણી,પ્રિત રંગ લાલ, નહી કે ગુલાબી,

ને સાવ સફેદ મળે તોય રંગજો રંગ લાલ, નહી કે ગુલાબી ! 


Rate this content
Log in