Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishal Dantani

Inspirational

4  

Vishal Dantani

Inspirational

અજબ કિરદાર 'મિત્ર'

અજબ કિરદાર 'મિત્ર'

1 min
448


જ્યારે ખુશ હોઉં, 

ત્યારે ખુશીઓને ચહેરાંનું સ્મિત બનાવે !

જ્યારે ખૂબ મુંઝાઉ,

ત્યારે બંધાયેલા ડૂમાંને હળવો કરે !


જયારે આંસુ છુપાવવા અઘરાં પડે,

ત્યારે ખાલી દિલાસો નહી ખભો ધરી ઊભો રહે !

સંબંધો તો સમયે છણકાં કરે,

વણસંબંધે દિલને બંધ આંખે જ ધરે !


જિંદગીના સાવ ઊંચા મૂકામોએ પણ સ્ફૂરે, 

ને મળે તો ભાર બ્રહ્માંડનો પળમાં ઉતારે !

અણસાજે એ પ્રેમિકાનો સોતન બને,

ના સાંભળેલી વાતને જ્યારે એનાં મોંઢે સાંભળે !


બહુ બધુ કહેવું એના વિશે પણ ક્યાં કહેવાય છે,

સારો,નરસો એવો નહી એથી કંઈક વિશેષ લાગે છે ! 

"મિત્ર" નામનું વ્યક્તિત્વ, ખબર નહી કોને ઘડ્યું છે, 

જેની માયાથી જગતનો નાથ કાનો પણ અંજાય છે !


Rate this content
Log in