STORYMIRROR

Hiren Maheta

Inspirational

4  

Hiren Maheta

Inspirational

આવ હવે શુભ મંગલ કરીએ

આવ હવે શુભ મંગલ કરીએ

1 min
462

છોડી દે ને ઘાવ જગતનાં, આવ હવે શુભ મંગલ કરીએ,

પ્રેમ પરિમલ દોટ લગાવે, ઊભું એવું એક જંગલ કરીએ.


વેર, ઝેર ને વહેમો કાઢી, સ્મિત વહેંચીને મળવાનું,

ઈશ્વર સંતાન બન્યા આપણે, એકમેકમાં ભળવાનું,

ભાવ, સમજણ ને અનુરાગથી, સ્નેહ સરીખું દંગલ કરીએ,

પ્રેમ પરિમલ દોટ લગાવે, ઊભું એવું એક જંગલ કરીએ,

આવ હવે શુભ મંગલ કરીએ…


સમજણ, ચિંતન અને ધ્યાનથી શબ્દ સમીપે ફરવાનું,

ગેલ સરીખું વળગે એવા ભાવજગતમાં તરવાનું,

મનમાં મ્હોરે ઉપવન એવું, નવું નવીલું સગપણ કરીએ,

પ્રેમ પરિમલ દોટ લગાવે, ઊભું એવું એક જંગલ કરીએ,

આવ હવે શુભ મંગલ કરીએ…


ટકટકતી ઘડિયાળો વચ્ચે, હવે કેમનું રહેવાનું?,

આપણ તો સહુ છોડ સરીખા, લહેરો સાથે વહેવાનું,

આખું જીવન મહેંકી ઉઠે, મનગમતું એવું છલ કરીએ,

પ્રેમ પરિમલ દોટ લગાવે, ઊભું એવું એક જંગલ કરીએ,

આવ હવે શુભ મંગલ કરીએ…


આંખોના કોઈ ખૂણે બેસીને, ઝીલ સરીખું છલકવાનું,

વણબોલ્યા એ મનોભાવને, કેસર-ચંદન કરવાનું,

હાથ ઉઠાવી સામેથી, આજ એક નવી પહલ કરીએ,

પ્રેમ પરિમલ દોટ લગાવે, ઊભું એવું એક જંગલ કરીએ,

આવ હવે શુભ મંગલ કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational