આવ્યો કોરોના
આવ્યો કોરોના
તું સંહારક શિવ રૂપ થઈ આવ્યો કોરોના,
રોય રોય કેટલાકે જીવ ગુમાવ્યો કોરોના,
ચાલ્યો ફરશી ફેરવતો પરશુરામ જાણે,
તું સકળ સૃષ્ટિ પર એમ છવાયો કોરોના,
ફફડતા જીવો તો કો' હોંશિયારી બતાવે,
તેં પે'લી પહેલથીજ ભય ફેલાવ્યો કોરોના,
પૂરી ઘરમાં સૌને કર્યાં ઘર કૂકડા પરાણે,
તું સર્વત્ર સન્નાટો બની છે પથરાયો કોરોના,
સર્વનાશનો સોદો કરી આવ્યો જમ સાથે,
તેં હજારોનો કર્યો એમ જગે સફાયો કોરોના,
કેટલીય ઉપાધિથી જનજન ઘેરાયો છે,
દુકાળમાં અધિક માસ થઈ ઉમેરાયો કોરોના,
પ્રલયની ફક્ત ઝલક એક બતાવે માનવને,
તેં ટ્રેલરથી જ સૌનો હોશ ઉડાવ્યો કોરોના,
કથી થાક્યા સંતો અગમ ભાંખનાર હતા જે,
નજીક છે નાશ જગતનો, જુઓ પધાર્યો કોરોના,
મક્કમ મને મહામારીથી લડીએ, એકલાં રહીને,
એક દી જગ આખું કે' શે, ભારતે હરાવ્યો કોરોના.