STORYMIRROR

Gordhanbhai Vegad

Inspirational

4  

Gordhanbhai Vegad

Inspirational

શબ્દોનો ગર્ભપાત

શબ્દોનો ગર્ભપાત

1 min
354

ઈશ્કમાં ઉઝરડાઓ મળ્યા છે ને, તો મલમ પણ મળશે,

આ મારા ઘાયલ શબ્દોને ક્યારેક કલમ પણ મળશે !!


એકવાર નજર મેળવી જે ખોવાઈ ગયા છે આ ભીડમાં,

હસ્તરેખાઓમાં હશે તો, ખોવાયેલા એ સનમ પણ મળશે !!


એ સમીરની કાંધે ચડીને પહોંચ્યા છે વાવડ બની અહીં,

હવે એ જ ખુશ્બૂના સથવારે આખો ચમન પણ મળશે !!


છોડી પ્રપંચ સઘળા જ્યારથી ખાલીખમ થયો ભીતરથી,

અનાયાસ અકારણ પ્રગટ્યું, હવે આ નમન પણ ફળશે !!


સતત લખ્યા કરૂં છું દર્દ, કોઈ પણ ફળની આશા વગર,

સીંચ્યું છે સદા આંસુઓથી તો ક્યારેક આ કરમ પણ ફળશે !!


બંધ પલકોની પાછળ જોયા છે મેં પ્રીતમને પરોઢિયે,

હવે આતમના ઈશારે સ્નેહનું સલોણું સપન પણ ફળશે !!


નહિ થવા દઉં શબ્દોનો ગર્ભપાત જીવતે જીવત હું કદી,

"પરમ" માં છું "પાગલ",તો વિચારોની કૂખે નવો જનમ પણ મળશે !!



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational