અજવાળું
અજવાળું
1 min
23.1K
મારો જ પડછાયો ખોવાઈ ગયો,
અમથો અમથો અંધારામાં !
પડછાયા હારે પ્રિત થઈ'તી,
અમથી અમથી અજવાળામાં !
હૃદય બાળીને કેવું અજવાળું થયું છે,
જુવો ચારેકોર,
મજા જ અલગ હોય છે,
મરવાની પ્રેમમાં રજવાડામાં !
સઘળું ઉઘડે છે અચાનક,
જીવનમાં એક ભવ્ય ક્ષણે,
બધું જ દ્રશ્યમાન હોય છે,
ભીતરના અજવાળામાં !
બત્રીસ કોઠે દિવા પ્રગટે,
એક આતમની અનુભૂતિએ,
એક દિવાળી સતત હોય છે,
ભીતરના અજવાળામાં !
ધૂંધલકામાં ખુદના પડછાયે,
આભાસ તારો વરતાય,
ભેદ ભરમ તૂટે છે પછી,
પ્રથમ પહોરના અજવાળામાં !
અંધારાના ગર્ભમાં જ સૂતી હતી,
"પરમ" પ્રકાશની આશ,
તેથીજ "પાગલ" કરતી તાજગી,
હોય છે ભોરનાં અજવાળામાં !