Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad

Inspirational

4  

Gordhanbhai Vegad

Inspirational

કાગળ અને કલમ

કાગળ અને કલમ

1 min
24.3K


મને એક સંબંધ અતૂટ ક્યાંક,

કાગળ અને કલમ જેવો મળે,

એ જ સંબંધ અચૂક ક્યાંક,

આગળ સાધુ અને ચલમ જેવો નિકળે !


તડપ ઝખ્મ ઝખ્મ થઈને ઝંખે,

એક કાગળ શબ્દોનો સ્નેહ,

ને કલમની શાહીમાંથી પ્રવાહ,

પ્રેમનો પછી મલમ જેવો નીકળે !


ભીના ભીના શબ્દો થકી લીંપાઈ જાય,

કોરો દેહ આખા કાગળનો,

પછી તો ગંગા જમના બનીને,

કલમના આંસુઓનો મરમ નીકળે !


થીજી ગયેલા અરમાનો થઈ ગયા છે,

આત્મસાત કાગળના રૂદિયે,

પછી તો લોહીઝાણ કલમની લાગણીઓ,

બની લાવા ગરમ નીકળે !


એક સખશિયત પીગળી રહી,

કવિમાં આખી કલમ લઈ હાથમાં,

પછી તો ઝીલવા કવિને,આતુર

કાગળમાંથી પણ દરદ નીકળે !


શાહી કલમની શબ્દો બની ભાવથી,

ભેટી પડે છે કાગળને જ્યારે,

ત્યારે કર લંબાવે સાવ કોરો કાગળ,

ને એક અદ્રશ્ય ધરમ નીકળે !


ને વિશાળતા વ્હાલપની તો પછી,

એમ વિસ્તરે કાગળના આંગણામાં,

કે જે કલમ લખે એ બે શબ્દો વચ્ચેથી,

આખું નિઃશબ્દ ગગન નીકળે !


અરે ઓ ખુદા તારી ભાળ મેળવવા,

થાક્યો મંદિર મસ્જિદ જઈ,

શબ્દ સાધ્ય,કલમ સાધન,

ને કાગળમાં જ દૈર-ઓ-હરમ નીકળે.


જાત ચીતરવામાં કાગળ પર,

"પરમ" આખી જિંદગી ખર્ચાઈ ગઈ,

જન્મ જન્મ ચાહું કે મારી કલમમાંથી,

આવા "પાગલ" કરમ નીકળે !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational