સાકી
સાકી


સાકી હરખાય છે ત્યારે આખું મયખાનું મલકાય છે,
જામ ગેબી શરાબના મસ્ત મસ્ત આંખોના છલકાય છે !
આમ તો પીતા નથી કોઈ દિવસ પણ અમે એકલા,
સાકી બની એ સાથે હોય ત્યારે જ મન લલચાય છે !!
ક્યારેક હું, તો ક્યારેક એકલતા સાકી બને છે,
યાદ એની સુરા બનીને સ્મૃતિપટ પર ઢોળાય છે !!
આરંભ તો થઈ જાય છે મયખાનામાં દાખલ થતાં જ,
સાકી તે પીવડાવ્યા પછી અંત ક્યાં કદી પરખાય છે !!
છે અમર્યાદ આનંદની બુલંદી સાકી તારા મયખાનામાં,
ચરણ તો મારા સ્થિર છે ને રસ્તો લથડીયા ખાય છે !!
હું જ સાકી, હું જ મયકશ ને હું જ મારૂં મયખાનું,
આ મસ્ત ફકીરીની મદિરા આમ જ રોજ પીવાય છે !!
હું "પરમ" નશામાં "પાગલ", આ જ મારી જાહોજલાલી,
મદિરાલય હોય કે શિવાલય, ક્યાં હવે કોઈ ભેદ વરતાય છે !!