સફર
સફર


રસ્તા વગરની મંઝીલની સફર તમે ખેડી શકો તો ચાલો,
અંતર આકાશે પંખીની જેમ એકલા ઉડી શકો તો ચાલો !
નથી રહ્યું કોઈ હમસફર, ન કોઈ સંઘ આ અજાણી રાહ પર,
બધું જ છોડીને અલગારી બની આગળ વધી શકો તો ચાલો !
એક અમૂલ્ય અવસર છે જીવન બસ ગાંઠ બાંધી લો મનમાં,
એક બીજ માફક મરીને પછી ખીલીને મહેકી શકો તો ચાલો !
વજૂદ સ્વનું થાય ભસ્મ એમ પ્રગટાવો એક લૌ અંતરમાં,
પછી એક અકંપ નિર્ધુમ જ્યોતિ જેમ ઝળહળી શકો તો ચાલો !
માની લીધું કે બહુ મુશ્કેલ છે, અસંભવ નથી આ સફર "પરમ" ની,
મારી માફક તમે પણ "પાગલ" થઈને પછી નીકળી શકો તો ચાલો !