STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિદર્શન

હરિદર્શન

1 min
333

મારે અંતરથી પોકારવા હરિ,

ને માનવમાત્રમાં ધારવા હરિ.


પશુ- પંખી, જીવજંતુ તો ઠીક,

વનસ્પતિમાંય વિચારવા હરિ.


ઠેરઠેર, ઘેરઘેર વસે વ્યોમવાસી,

શબ્દે શબ્દે મારે સંભારવા હરિ.


વહેતા અનિલમાં હોય શીતળતા,

એમાં મારે બસ માણવા હરિ.


માનવતા જ્યાં મહેકી ઊઠનારી,

ત્યાં ત્યાં મારે નીરખવા હરિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational