STORYMIRROR

Chhaya Shastri

Inspirational

4  

Chhaya Shastri

Inspirational

જિંદગી

જિંદગી

1 min
337

સૂરજના કિરણોમાંથી રેલાય જિંદગી

પૂર્વી પવનના સાદ લાવે જિંદગી

કુદરતના ખોળે કિલ્લોલ કરતી

પર્વતમાળામાં પડઘા છે જિંદગી


નદીઓના વહેતા પાણીની જેમ 

નિરંતર વહેતી જાય છે જિંદગી

આખા દિવસની મહેનત પછી

નિરાંતની નિંદ્રામાં છે જિંદગી


ઘોડિયામાં સૂતા બાળક માટે તો

માતા જે આપે એજ જિંદગી

આ ક્ષણ આ પળ જીવિલો સૌ કોઈ

ક્ષણભંગુર છે આ જિંદગી


ક્યાંક જોવો તો ઉત્સવ જિંદગી

ક્યાંક જોવો તો મંથન જિંદગી

શોધું હું ઉકેલ નિરંતર

તોય ના કળાય જિંદગી



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational