STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરઘડી હરપળ

હરઘડી હરપળ

1 min
324

હરઘડી હરપળ હોય હરિ આધાર મારો,

હરઘડી હરપળ હોય હરિ વિચાર મારો,


શબ્દથી સ્નેહ પ્રગટીને ઉમટતો અંતરથી,

હરઘડી હરપળ હોય હરિ ઉચ્ચાર મારો,


સ્તુતિ હરિવર થઈ જતી શ્વાસ સરગમે,

હરઘડી હરપળ હોય હરિ સ્વીકાર મારો,


ભાષા નયનની સંભળાતીને સમજાતીને,

હરઘડી હરપળ હોય હરિ ઉપચાર મારો,


ઝંખના ભવોભવની પૂર્ણ થનારી હરિવર,

હરઘડી હરપળ હોય હરિ શૃંગાર મારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational