STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મળ્યા મને

મળ્યા મને

1 min
347

વનવગડાની વાટે જાતાં મળ્યા મને મોહન મોરારી,

મારાં નૈન કેવાં નિરખતાં મળ્યા મને મોહન મોરારી.


હોળી ખેલે રાધાસંગ રસિયાને રૂક્ષ્મણી તો રિસાવે રે

મનભરીને માધવ ગિરિધર એને લટક મટક મનાવે રે.


સુંદર શ્યામ સ્વરૂપ સોહે દેખી મદન મતિને મૂંઝાવે રે,

શામળિયા સરકાર સલૂણાં મુજ અંતરને હરખાવે રે.


હું તો ભૂલી, ફૂલી અંતરથી ખુલી મુખે વેણ ન આવે રે,

જાગી, ત્યાગી, અનુરાગી મારાં રોમેરોમને પુલકાવે રે.


મળ્યું મબલખ મનમોહક હતી ઝંખના જે સ્મરાવે રે,

હરિના હેતે ઝૂલીઝૂલી ભક્તથી ભગવંતને બહુ ફાવે રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational