STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હે હરિ

હે હરિ

1 min
327

હે હરિ.!

આવું તારે દ્વારે તું આવકારો આપજે,

સાવ તરસ્યો છું ભાવભંડારો આપજે.


છે હામ મારે હરિવર તારા નામે તરવા,

મીઠો અવાજ ' મા' સમો તું તારો આપજે.


ખૂબ ભટક્યો છું આ સ્વાર્થી સંસારમાં,

હોય હંમેશાં તારાથી એવો પનારો આપજે.


નાવ મારી મધદરિયે ડૂબવાની દહેશત,

ઝાલી હાથ મારો તું વખતે કિનારો આપજે.


એકલપનની અવસ્થા વીતાવી રહેતોને,

તારા નામનો નિશીવાસર સથવારો આપજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational