મુસાફરી
મુસાફરી
દૂર ઘણી છે મંઝિલ મારી,
નવલો છે મારો પંથ;
કાચી કેડીની સવારી,
માર્ગદર્શન માટે નથી કોઈ ગ્રંથ.
હૈયામાં છે હામ ભરી,
સાથે લીધો ઊમંગ;
આત્મવિશ્વાસ એમાં ઉમેરી,
ભરપૂર કેળવ્યો ખંત.
મહેનત કરું છું પૂરેપૂરી,
મહત્વાકાંક્ષા છે અનંત;
રોમરોમમાં જ્વાળા પ્રસરી,
લાગુ છું જીવંત.
રાખું એટલી તકેદારી,
અવરોધી દૂર રહે અત્યંત;
બાજુ મૂકું હું દુનિયાદારી,
તે રાજા હોય કે રંક.
ભૂલચૂક લઈશ હું આવકારી,
સુધાર કરીશ તુરંત;
આગળ વધવાની ધગશ મારી,
રાખીશ નહીં કોઈ રંજ.
લક્ષ્યની લીધી જવાબદારી,
આશા છે થઈશ હું યશવન્ત;
અંતરમનની આ મુસાફરી,
પ્રેરણા આપે સંત મહંત.