STORYMIRROR

Mehul Shah

Comedy

4.7  

Mehul Shah

Comedy

ગુજ્જુભાઈની કસરત કથા

ગુજ્જુભાઈની કસરત કથા

1 min
363


જાગો ઊઠો થઈ સવાર

સૂવા દો મને હજી થોડી વાર

શિયાળાની ઠંડી ઘણી છે યાર.


વર્ષે વર્ષે કરુ નિર્ધાર

આવતી કાલે કરુ શરૂઆત

કસરત કરવી જરુરી છે યાર.


જીમ મેંબરશિપ લીધી સહપરિવાર

ચાલુ કરવાની વાત કરી દર રવિવાર

કામ છે ઘણુ, શું કરુ યાર.


જમવામાં રાખુ ઘણી દેખભાળ,

ફાફાડા-જલેબી ખાઉં અઠવાડીએ એક વાર,

બિયર તો હેલ્ધી જ ગણાય મારા યાર.


છોકરાઓ પૂછે ઘણી વાર

ક્રિકેટ રમવા આવો કોઈકવાર

હાંફ ચઢે છે, જવા દે ને યાર.


કોલેસ્ટ્રોલ ગયું બોર્ડર પાર

દવામાં નથી કોઈ ભલીવાર

કહે છે ચાલવા જાઓ રોજ સવાર,

દા

ક્તરો તો પૈસાખાઉં છે યાર. 


વજન વધ્યુ છે પારાવાર,

ટૂંકા કપડે ના થાય કારોબાર

મોલમાં સેલ લાગે વર્ષે ત્રણ વાર

નવા કપડાં વગર ચાલે નહીં યાર.


સ્કિન ટાઈટ ટી-શર્ટ પહેર્યુ જોરદાર,

પેટ હવે લાગતું નથી કાંઈ બાર,

બૈરુ કહે તમે લાગો અક્ષયકુમાર

તો પડોસણ કેમ જોતી નથી યાર.


ઘરવાળી પૂછે મને એકવાર

રાખતા નથી તમે કેમ દરકાર

વાંધો નહી, ઈન્સ્યુરન્સ તો છે ને આ સાલ

સમજાતું નથી એને ચિંતા છે કે નથી યાર


લાગે છે વાત હવે હદની બાર,

જીવનમાં રહ્યો નથી કોઈ સાર

કસરત વગર નથી છૂટકાર

બકા, મારી જોડે તું પણ કરને યાર.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy