STORYMIRROR

Aniruddhsinh Zala

Comedy Romance

3  

Aniruddhsinh Zala

Comedy Romance

ખીલ્યો કેસૂડો આવી મજાની હોળી

ખીલ્યો કેસૂડો આવી મજાની હોળી

1 min
140

ખીલ્યો છે કેસૂડો વનવગડે આવી મજાની હોળી 

વસંત ખીલી પૂરબહારમાં હોળીમાં સોહે ખૈલૈયાની ટોળી,


ફાગળીયે ફાગ ગાતી ગોરી, હૈયે ઝાઝું હરખાય 

પ્રીતમ આવી પાછળથી ગોરા ગાલ કરે છે રંગીને લાલ 

સ્નેહ રંગ છલકાવતી આ જુવો આવી મજાની હોળી.

વસંત ખીલી પૂરબહારમાં હોળીમાં સોહે ખૈલૈયાની ટોળી,


 પ્રકૃતિ સંગે ખીલતા આજે માનવ કેરા મધુરાં મન 

 કેસૂડો ઘોળી છાંટે પ્રીતમ તો ભિંજાય સ્નેહ સહીત તન

તન મનને ભીંજે વ્હાલથી વ્હાલો શરમથી છલકે ગોરી 

વસંત ખીલી પૂરબહારમાં હોળીમાં સોહે ખૈલૈયાની ટોળી,


ખજૂર ઘણી ને હારડાની લિજ્જત સહુ આજ માણે 

કોઈ પીવે ભાંગ તો કોઈ મીઠા નયને છલકતો પ્રેમરસ માણે 

ઉમંગ ઝાઝેરો ઉરમાં અવિરત છલકાવે આ ઉત્સવ હોળી.

વસંત ખીલી પૂરબહારમાં હોળીમાં સોહે ખૈલૈયાની ટોળી,


રંગ છાંટે ' રાજ' વ્હાલથી જોજન દૂર બેઠી ભિંજાય વ્હાલી 

ખીલ્યો છે કેસૂડો વનવગડે આવી મજાની હોળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy