અહો વૈચિત્ર્યમ્
અહો વૈચિત્ર્યમ્

1 min

70
ભોગવીને ત્યાગી જાણો
સંસારના સર્વ સુખ માણો,
ભોળા ભક્તોને મહીં તાણો
ગુરુપદ થકી ધન કમાણો,
મહેતા બન્યા બહુ ભણીને
નેતા ઊગ્યાં વંડી ચણીને,
અભણ નીચે રહે ભણેલા
ભણેલ નીચે વહે ગણેલા,
બળ બની બેઠી છે બુદ્ધિ
દોઢિયા કરાવી દ્યે શુદ્ધિ,
જગતાત કરે રોજ વેઠ
ગીરવે રાખે અન્ન શેઠ,
ધાન ઊગે ભલે ખેતરે
ધનવાન ખુલ્લે છેતરે,
ગામ ખેડુ સૂવે તડકે
નગરજનોથી ભડકે,
શ્વાનને કરડ્યો માનવી
હવે એ વાત નથી નવી,
ભોગવીને ત્યાગી જાણો
ચતુર શઠ બને રાણો.