મનમાં વસેલો જેઠાલાલ
મનમાં વસેલો જેઠાલાલ
આવે છે બબીતાજી ખયાલોમાં જ્યારે જ્યારે
મનનો જેઠાલાલ જાગી જાય છે ત્યારે ત્યારે
પણ દયાનો વિચાર આવે છે જ્યારે જ્યારે
એ જેઠાલાલ ભાગી જાય છે ત્યારે ત્યારે
બબીતાજી એટલે જાણે 'રાગ દિપક'
મનમાં પ્રેમની જ્યોત જગાવી દે છે
અને દયા એટલે જાણે 'રાગ મલ્હાર'
એ જ્યોત પર વાદળા વરસાવી દે છે
બબીતાજી તો પોતની સાથે નથી
કદાચ એટલે જ આકર્ષણ વધુ છે
પણ દયાને ઇગ્નૉર કરાય જ નહી
એ તો પોતાના ઘરની પુત્રવધુ છે
મુસીબતમાં હોય જેઠાલાલ જ્યારે જ્યારે
બબીતાજીનો સાથ મળ્યો હશે ક્યારે ?
પણ મુશ્કેલીઓ આવી જ્યારે જ્યારે
દયાનો સથવારો મળ્યો ત્યારે ત્યારે
બબીતાજી મળી નથી , મળવાની પણ નથી
નાહક એમની આટલી ઝંખના શા કાજે ?
જ્યારે થાકીહારીને ઘરે આવીએ ત્યારે
દયા વાટ જોતી ઉભી હોય છે દરવાજે
દરેક પતિદેવનાં મનમંદિરમાં ક્યાંક
એક સનાતન સત્ય જરુર સમાયું છે
માત્ર દયા જ સાચી જીવનસાથી છે
બબીતાના નામથી મન માત્ર ભરમાયું છે