કણસ્યા કરૂં છું સતત
કણસ્યા કરૂં છું સતત
દિલથી બળ્યા કરૂં છું સતત,
યાદમાં મળ્યા કરૂં છું સતત.
નથી રહેવાતું હવે તારા વગર,
મળવા તડપ્યા કરૂં છું સતત.
હવે તો ઈશ્વર પણ રૂઠી જશે?
નામ તારૂં જપ્યા કરૂં છું સતત.
એકવાર કોલ આપી દે મળવાના,
રાહમાં તારી બળ્યા કરૂં છું સતત.
જીવ તાળવે ચોંટી ગયો તુચ્છનો,
આવ હવે કણસ્યા કરૂં છું સતત.