યાદ છે આપણો પહેલો સ્પર્શ,
મીઠડો લાગતો પહેલો સ્પર્શ,
રીતસર બાળતો રહેલો સ્પર્શ,
આંગળીનાં સતત એ આલિંગનમાં,
અવતરણ પામતો ઠરેલો સ્પર્શ,
પ્રેમથી મારતો રહેલો સ્પર્શ,
દિલ અને શ્વાસમાં જરા મશગુલ ને!
એ ક્ષણિક કાંપતો મરેલો સ્પર્શ,
તૃણની આ ગઝલ થકી જીવિત છે,
કાયમ જ આપણો પહેલો સ્પર્શ...