વાન ગોગ ના 'સન ફ્લાવર' પર જામી હતી બુંદ
ઝાકળ જેવી તું હતી, ને ઉપવન જેવો હું.
રાત મજાની એ હતી, વરસ્યો અનરાધાર.
ફૂટપાથ પર બાંકડો ને છાયો આપે ઝાડ.
ધસમસતી નિર્દોષ ગાડી, ચાલ એની નશીલી,
તારો એ ચિત્કાર ને સેલ્ફી લેતી મેદની.
રક્ત તણી નદી વહેતી, મારો એ ચિત્કાર.
બહેરા કાન, મૂક પ્રેક્ષકો ને વલખા નિરાધાર.
કંકુ વર્ણા 'સૂર્ય મુખી' ને કોરા બધા કેનવાસ.
'ગેલેરી' માં નયન ભીંજવે ભીના ભીના શ્વાસ.