પ્રેમલો પ્રેમલી
પ્રેમલો પ્રેમલી
આસપાસ માખીઓની જેમ શાને કરે છે બણબણાટ;
અરે, ગાંડી આતો છે વ્હાલના વાદળોનો ગડગડાટ.
પણ આમ દોડી આવ્યો પાસે કેમ રમરમાટ,
અરે, તને જોઈ થાય તનના તંબુરાનો ગણગણાટ.
પણ આમ ભરબજારે હોય પ્રેમનો ખળભળાટ,
અરે, આતો સ્નેહની સરિતા ખેચી લાવી સડસડાટ.
બોલ્યો, કઈ પણ તો મારીશ લાફો ચમચમાટ,
અરે, તું તો નીકળી ઘણી તીખી ને તમતમાટ.
જો પેલા ઊભા મારા ભાઈ બોલવું થાય ધમધમાટ,
અરે, મારે તો ભાષણ કરવુંતું પ્રેમનું ભમભમાટ.
૪૪૦નો આપશે ઝાટકો થઇ જશે ઝણઝણાટ,
બોલાવું ઊભો રે બોવ છે ને પ્યારનો થનગનાટ.
અરે, બધું સાચું પણ માર ખાય કોણ ધડધડાટ,
હું તો શાંતિપ્રિય છું આ ચાલ્યો સડસડાટ.