યુરોપની સફર !
યુરોપની સફર !


એઇ ! જરા રસ્તો આપો એમને,
જે દોડતા જાય છે તેમને,
આજે એમનો વારો છે,
વિઝા માટેનો ઇન્ટરવ્યુ છે,
મમ્મી અને બેબી સાથે છે,
પપ્પા તેમને લઇ જાય છે,
ગયે વર્ષે બચેલા રૂપિયાની,
ખાસ કરેલી ગોઠવણ છે,
વાત તો ઘણી લાંબી છે,
પણ ચોક્કસ મઝાની છે,
મમ્મીને જવું હતું યુરોપ,
ને બેબીને જોવું અમેરિકા,
પણ અમેરિકાના ઓળખીતાઓને,
ફાવે એવું હતું નહિ !
આખરે બેબીએ મન માર્યું,
પપ્પાએ પણ નમતું આપ્યું,
ઠીક છે, આપણે જઈએ યુરોપ,
અઠવાડિયાનો કરીએ પ્રોગ્રામ,
પણ મમ્મીને એ ચાલે નહિ,
જવું તો પૂરો મહિનો આમ.
"મોંઘું છે, સીમા, મોંઘું છે !
અમેરિકા કરતાં યુરોપ મોંઘું છે !
વળી કોઇ ઓળખીતુંય છે નહિ,
સમયથી વધારે રહેવું નહિ !
આપણે આપણા સાથી,
ને આપણે આપણા ગાઈડ !"
"ચાલોને કરીએ એક કામ,
ટ્રાવેલ એજન્ટ શાહ એનું નામ,
સરસ ગોઠવશે ટુર આપણી,
સ્વિઝર્લેન્ડ ને પેરિસ, ઇટલી"
"બીજું ખાસ જોવાનું છે નહિ,
આટલામાં ફરીને કરીએ લ્હેર !"
તો આજે છે એ ખાસ દિવસ,
જયારે વિઝા ઇન્ટરવ્યુનો છે કોલ,
જલદી-જલદી સ્કૂટર પર બેઠાં,
પહોંચ્યા કોન્સ્યુલેટ કલાક પહેલાં,
"ઉભા રહો, મળવું છે કોને ?"
"વિઝા માટે બોલાવ્યાં છે અમને !"
"ઠીક છે, ઉભા રહો પેલી બાજુ,
pan style="color: rgb(34, 34, 34);">વારો છે તમારો અગિયાર ને વીસે."
ઉત્સાહમાં મમ્મી-બેબી ઉભા,
પપ્પા સ્કૂટર પાર્ક કરવા નીસર્યા,
વારો આવ્યો અગિયાર વાગે,
મનમાં ને મનમાં સૌ કોઈ નાચે !
પટાક ઇન્ટરવ્યુ થયો પૂરો,
અઠવાડિયે વિઝા પાકો થયો,
મમ્મીનાં મનમાં લાડુ ફૂટ્યા,
બેબીની સ્કૂલમાં સંદેશ મૂક્યા,
"ઉપાડ્યા અમે સૌ જોવા યુરોપ,
બેબીના દિવસો પડશે જોગ."
"વાંધો નહિ !" ટીચર હરખાયાં,
મનમાં એ ખુશ થઈ ગયાં !
"મારે માટે પણ આવશે કંઈ"
એવી આશા રાખી તનીક,
ફરી-કરીને આવશે ત્રેગડું,
ખરીદીનું તેમને મન ઘણું,
કરન્સીમાં ફેર જમીન-આસમાનનો,
ગજ ન વાગે ભલભલાંનો,
મમ્મીને બોધપાઠ મળ્યો,
યુરોપનાં બજારમાં ચઢતાં નડ્યો,
"કાશ ! યુરોપ જો ઇન્ડિયા હોત,
ખરીદીની લહેર પડત !"
દસ દિવસમાં પાછા ફર્યા,
તમાચો ગાલે રાખી રહ્યાં !
"કેવું છે યુરોપ, ને કેવી ધરતી ?"
દિલમાં સૌનાં ઇંતેજારી થતી,
સરસ છે એમ સૌ કોઈ બોલે,
સીમા-સુરેશભાઈ મોં મચકોડે !
સાચો આપે બેબી જવાબ,
તેને વળી કોની દરકાર ?
ભલે પરદેશ ફાંકડા રહ્યાં,
મને આ દેશનાં લોકો જ ગમ્યા,
અહીંની જિંદગી મઝાની છે,
ખાવા-પીવાની લ્હાણી છે,
આપણો દેશ સૌથી ભલો,
ન ઝંઝટ, ડિસિપ્લિનનો ટોપલો,
હસતાં-રમતાં ફરીએ અહીં,
ન કોઈ ટકોર ને ચિંતા કોઈ,
મને મારો દેશ છે વહાલો,
પરદેશની હવે વાત જ ટાળો.