Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Kalpesh Vyas

Comedy Others


4  

Kalpesh Vyas

Comedy Others


વાઇરસ

વાઇરસ

1 min 224 1 min 224

ચાવ-ચાવ નામનો વાઈરસ, 

લેપટૉપમાં ક્યાંકથી આવી ગયો,

મારા સેવ કરેલા ડેટાને, 

એ છાનોમાનો ચાવી ગયો.


મારી રચિત કવિતાનો ડેટા,

શાયદ એને બહુ ભાવી ગયો, 

એક-એક અક્ષર કરીને એ,

મારી કવિતાઓ ચાવી ગયો. 


એ વાઇરસ કંન્ટ્રોલ કરવા, 

ઇંજીનેર સત્વરે આવી ગયો, 

વાઈરસ ના લાગે એવો એક, 

સોફ્ટવેર પોતે લગાવી ગયો. 


વાઇરસ નથી એ રાક્ષસ છે,

એ સોફ્ટવેરને પણ ચાવી ગયો,

ઓડકાર લીધા વીના એ ભુખ્ખડ,

એ તમામ ડેટા પચાવી ગયો. 


જ્યારે હાર્ડ ડિસ્ક ફોર્મેટ મારી,

એ રાક્ષસ ત્યાંથી ભાગી ગયો,

જ્યારે બેકઅપ મે રિસ્ટોર કર્યો,

હાશ ! ડેટા પાછો આવી ગયો.


Rate this content
Log in

More gujarati poem from Kalpesh Vyas

Similar gujarati poem from Comedy