સપનુ.
સપનુ.
માથુ ધોયા પછી,
કંડીશનર કર્યુ,
માથાના વાળ જાણે,
ઓસાયેલ ભાત જેવા થઈ ગયા,
આ કંપની વાળા રખેને,
બિરિયાની ફલેવર રાખે,
તો કોઇક માથે બચકુ ભરી લે,
આમેય હવેતો,
માથુ ખાનારા વધી ગયા છે,
એમના ડરથી, ટોપી ધારણ કરી,
હારુ ઘરમાંય ટોપી ?
ઘણુ વિચાર્યા બાદ,
તેલ નાખી દીધુ,
વગર બીકે બાહર ચાલ્યો,
ઘરેથી ફોન આવ્યો,
તમે જે નાખ્યુ એ સીંગતેલ હતુ,
વધારે ફડક પેસી ગઈ,
માથુ બચાવું તો કેમનું ?
ત્યાતો કોઈએ હાથ મૂક્યો માથે,
સપનુ તૂટી ગયુ.