કાણાં બન્યાં નાણાં મંત્રી
કાણાં બન્યાં નાણાં મંત્રી


દેશ ડૂબ્યો હતો દેવામાં
જગ્યા બચી નહોતી ક્યાંય થી લેવામાં
ના મામાથી સારા કાણાં મામા
પહેરાવ્યા નાણાં મંત્રીના જામા
પહેલાં બજેટે જ મચાવી ધમાચકડી
ટેક્સ તિજોરી ભરવા ભેંસને લીધી પકડી
ખુશ કરવા સહુને રાહત આપી જકડી
ભેંસ વ્યાંયે નાખી દીધો ડબલ ટેક્સ
ભેંસ ઉપર વ્યાંવાનો ને પાડી ઉપર જન્મવાનો
પાડો જન્મે તો ટેક્સ પર આપી છૂટ
વ્યાંયા પછી દૂધ ઉપર ટ્રીપલ ટેક્સ
દોહવા માટે, દૂધ ઉપર ને દોહવા વાળા ઉપર ટેક્સ
મુક્તિ આપી પાડીને બે 'દિ ભરી લે પેટ
ચરવા જાય તો ચાર જાતનાં ટેક્સ
ઘાંસ ઉપર ઘાંસ ચારો, ચરવાનો તો હોય જ
ડીડક્ષન ને ક્રેડિટ આપ્યાં પોદરા ઉપર
વાગોળવા ઉપર વીસ ટકા
ને ચરાવવા વાળા ઉપર ચાલીસ ટકા
આંકડો ધતૂરો આરોગવા માટે ફ્રી
દૂધે કર્યો બેડો પાર, ટેકસની તો વહી ગંગા
એક્સાઇઝ વસૂલી ઉત્પાદનની, ફેટ દીઠ નાખ્યો એડિશનલ વેરો
વેંચે તો વેંચાણ વેરો, ખરીદનારને ખરીદી વેરો
દહીં જમાવ્યે દસ ટકા ને પેંડા ઉપ
ર પંદર
વેંચવાની છૂટ ને ઘરનાં ખાય તો અંદર
ઉભરાય જાય તો આઠ ને બગડી જાય તો બાદ
ઉત્પાદનની આડમાં કેટલી જાતનાં ટેક્સ
પોદરા ઉપર પાંચ ને શિવામ્બુ ઉપર સાંઇઠ
કબજિયાતમાં રોજનો લાગે મોટો દંડ
ભાંભરવાનો ભરવો પડતો ભરપુર વેરો
ધમારવાનો ધરવો પડતો જલ પર વેરો
ઉપર બેસી કરે સવારી તો ટિકિટ રાખી ફ્રી
મરવા ઉપર મૃત્યું વેરો, ચામડા ઉપર વારે ટેક્સ
એક એક પાડીને દેવો પડતો એસ્ટેટ ટેક્સ
જમને લાગે પાડા ઉપર બેસવાનો સવારી વેરો
ખેડૂત રાખે તો ખર્ચ વેરો ને ભરવાડ માટે વ્યવસાય વેરો
ડેરી માટે ડબલ વેરો ને ફાર્મમાં સર ચાર્જ રાખ્યો ફ્રી
કોઢમાં બાંધો તો ભાડા વેરો, છાપરે રાખી છૂટ
કોર્પોરેટ રાખે કરોડ ભેંસ તો ક્યાંથી નાખે ટેક્ષ
હિસાબનીશ રાખ્યા હજાર, સોફ્ટવેર વસાવ્યા સહિયારા
બજેટે આવી ખાધ ને નાણાંમંત્રીએ દેશ કર્યો બરબાદ
ભેંસ આગળ ભાગવત ને કરની કરી કાલ્પનિક કથા
આજ નહીં તો આવતી કાલે, લાગશે ભેંસ પર ટેક્ષ
ટેક્ષની જંજાળમાં બાકી રહ્યા કોઈ બહાનાં?