મોબાઇલ મન ભાવી ગયો
મોબાઇલ મન ભાવી ગયો

1 min

13.3K
મોબાઇલ મન ભાવી ગયો
જીવનરથનો સારથિ થયો
રણસંગ઼ામમા સંજય થયો
સાત્વિક ભોજનથાળ થયો
આજના મેનુનો ઇંતજાર રહયો
પીરસે અવનવી વાનગી
સ્વાદનો શોખીન થયો
ભાવે તે મન ભરી ખાતો
નકામુ કચરાપેટીમા નાખતો
બહુ ભાવે તો સ્ટોર કરતો
ઇચ્છા થાય ત્યારે માણતો
પાસપડોશ તો ઠીક
દેશવિદેશ માય વહેચતો
અરે શું વાત કરુ તમને
મારા બી.પી.નો કંટ઼ોલ
એના હાથ થયો.
ભલે તુ મારા પર હાવી થયો
પણ મોબાઇલ મન ભાવી ગયો.