તું જ છે
તું જ છે
1 min
224
પ્રભુ તારી લીલા ગજબ છે,
સાચવે તું સહુને અજબ છે,
કીડીને કણ, હાથીને મણ,
દેનારો તું જ છે,
સુખ ને દુઃખને તોલીને ત્રાજવે,
દેનારો તું જ છે,
હુકમનો એક્કો છે તારા હાથમાં,
બાજી વહેંચનાર તું જ છે,
જીત ને હાર તારા હાથમાં,
લગામ ખેંચનાર તું જ છે,
હું હુંનો ખાલી હુંકાર છે,
કર્તા ને હર્તા તું જ છે,
માનવ ફસાયો દળદળમાં,
હાથ ઝાલનાર તું જ છે,
જીવનનૈયા મઝધારમાં,
પાર ઉતારનાર તું જ છે.