ગરજ ગરજ બરસત જબ મેઘા
ગરજ ગરજ બરસત જબ મેઘા
ગરજ ગરજ બરસત જબ મેઘા
મોર મયુર પંખ નાચે જી.
મેઘ છે તાત ને ચાતક માતનું,
મીલન મનોહર લાગે જી.
બરસત બરસત આભ અટારી,
તરસત હૈ વસુંધરા જી.
મેઘ છે તાત ને ચાતક માતનું,
મીલન મનોહર લાગે જી.
ઉફન ઉફન રત્નાકર ગરજે,
મોભે મોજાપછાડે જી.
મેઘ છે તાત ને ચાતક માતનું,
મીલન મનોહર લાગે જી.
ડણક ડણક સાવજ જબ ગરજે,
વનરાજી થરથર કંપે જી.
મેઘ છે તાત ને ચાતક માતનું,
મીલન મનોહર લાગે જી.
રુમઝુમ રુમઝુમ રાધા ચાલે,
કરે પ્રતીક્ષા મોહન કી.
મેઘ છે તાત ને ચાતક માતનું,
મીલન મનોહર લાગે જી.
