STORYMIRROR

Pratiksha Brahmbhatt

Others

3  

Pratiksha Brahmbhatt

Others

શબ્દોનો વેપાર કરુ છુ

શબ્દોનો વેપાર કરુ છુ

1 min
13.6K


શબ્દોનો વેપાર કરુ છુ

ધંધો ધમધોકાર કરુ છુ

કમાઉના એકય દામ

રાત દિ કરુ છુ કામ.


લાગણીઓનુ કરુ વેચાણ

નહી નફો કે નહી નુકશાન

જોબમા માત્ર દિમાગ ચાલે

અહી તો દિલોદિમાગ હાલે.


લોક કહે છે શું કરો છો ?  

શબ્દોની ખેતી કરુ છુ.

દિલ દિમાગના છે બળદીયા

કોઠારેકોઠાર ભરુ છુ.


રોજ હસુ છુ રોજ રડુ છુ

કાગળ સાથે કલમ ઘસુ છુ.


Rate this content
Log in