હું એક છોડ છું નાનો
હું એક છોડ છું નાનો
હું એક છોડ છું નાનો, મને વધવા દો,
હું એક કળી છું નાની, મને ખીલવા દો,
મને પણ મારા મિત્રોની સાથે ભણવા દો,
મા, મારે નથી જવું દા'ડીએ,
મને ભણવા દો,
રીયા ને દિયાની જેમ મને ગણવેશ પહેરવા દો,
ચિન્ટુ ને મીન્ટુની જેમ સંતાકૂકડી રમવા દો,
ભણીગણીને સાહેબ થવાના સપનાં જોવા દો,
મા, મારે નથી જવું દા'ડીએ,
મને ભણવા દો,
બધાંય જાય છે ભણવા, ને મારે કપ રકાબી ધોવા,
બધાંય ને સુંદર કપડાં ને મારે ઉતરન પહેરવા,
બધાંય ખાય બ્રેડ બટર, ને મારે એંઠવાડ ચૂંથવા,
મા, મારે નથી જવું દા'ડીએ,
મને ભણવા દો,
હું પણ મોટો થઈને સાહેબ થાઉં,
મારા જેવાં બાળકોને શિક્ષણ અપાવું
મારે કરવી છે સહી, નથી અંગુઠાછાપ થાવું,
મા, મારે નથી જવું દા 'ડીએ,
મને ભણવા દો.
