STORYMIRROR

Kalpesh Vyas

Children Inspirational Others

4  

Kalpesh Vyas

Children Inspirational Others

પતંગિયાનું જીવનચક્ર

પતંગિયાનું જીવનચક્ર

1 min
18.8K


એક હતું મજાનું પતંગિયું

એ આઝાદીથી ઉડતું 'તું

જુદાં જુદાં ફૂલો પર બેસીને

રસપાન પણ એ કરતું 'તું


લીલા પાંદડા પર ઇંડા મુકીને

પતંગિયાની માદા ઉડી ગઈ

છોડીને ઇંડાની એ નાની દુનિયા

લીલી ઇયળ બહાર આવી ગઈ


ખાઉધરી ઇયળ ત્યાં ને ત્યાં જ

પેટ ભરીને મોટી થતી ગઈ

જે પાંદડા પર મુકેલા હતા ઇંડા

એ જ પાંદડું ઝટપટ ખાતી ગઈ


મોટી થઈ એ ઈયળ જ્યારે

પોતે જ કોશેટો બનાવતી ગઈ

કોશેટાની જ અંદર જ રહીને

પોતાનું જ રુપાંતર કરતી ગઈ


પગ, નાસિકા અને પાંખો આવ્યા,

ત્યારે એ ઇયળ પતંગિયું બની ગઈ

બહાર આવી કોશેટોનાં જગથી

પાંખો ફેલાવીને બહાર ઉડતી થઈ


રસપાન કરીને વિવિધ ફુલોનું

પતંગિયું પોતે ઉર્જા મેળવતું ગયું

જાતજાતના ફૂલોના પરાગરજનો

પરોક્ષ રીતે પ્રસાર પણ કરતું ગયું


આદાનપ્રદાન ભર્યું જીવન જીવવાનું

જાણે કોઈ ગુપ્તજ્ઞાન એને જડી ગયું

ઇયળ ખાઈ શકે એવા પાંદડા પર

ઇંડા મુકીને પતંગિયું પોતે ઉડી ગયું


Rate this content
Log in

Similar gujarati poem from Children