STORYMIRROR

Drsatyam Barot

Inspirational Children

4  

Drsatyam Barot

Inspirational Children

માણસ વાવી જોઈએ

માણસ વાવી જોઈએ

1 min
25.9K


ચાલ માણસને દિલોમા આજ વાવી જોઈએ,

પ્રેમ એનો દર્દમાં આજે તપાવી જોઈએ.

ચાલને ગંગા દિલોમાથી વહાવી જોઈએ,

ઝેર પણ શંકર બનીને ઘટઘટાવી જોઈએ.

જો હશે સાચો દિલોનો દર્દ દરિયા પી જશે,

લૂણ, મોતી નીકળે એને મથાવી જોઈએ.

જે હશે ખોટો બધામાં હાથ તાળી આપશે,

ચાલ સાચો માનવી એને બનાવી જોઈએ.

હો રિસાયેલો ખરા ટાણે બધાથી એકલો,

નાત બ્હારે ના કરી, એને મનાવી જોઈએ.

આવશે ના કોઇ દુખ લેવા અહીયા આપણાં,

જાતને આખી ચલો શંકર બનાવી જોઈએ.

મૂળ ફેલાતાં રહે આ પ્રેમનાં ઊંડે સુધી,

એટલું પાણી દિલોમાં ખાસ પાવી જોઈએ.

હોમ હવનો થાય કે ના થાય એ વાધો નથી,

પણ બધાના પેટમાં રોટી નખાવી જોઈએ.

ધર્મ જાતો ભૂલશુ તો માનવીને લાભ છે,

આજ ધર્મો બ્હાર થોડા પગ ધપાવી જોઈએ.

મેં ખુદા કે દેવ, ના દેખ્યા, કદી મંદિર મહીં,

ચાલ રોતા બાળકો આજે હસાવી જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational