પુસ્તક
પુસ્તક
1 min
401
વાંચશે તું ચંદ પુસ્તક,
આપશે આનંદ પુસ્તક.
આ ૪જીના સમયમાં,
લાગશે જરા મંદ પુસ્તક.
દૂર કરશે અંતરમનમાં,
ઊમટતા બધા દ્વંદ પુસ્તક.
ગીત ગઝલ કવિતામાં,
સમાયો તે છંદ પુસ્તક.
નિત નવું જ્ઞાન આપીને,
બનશે તારા નંદ પુસ્તક.
સંતાયેલું જ્ઞાન નીકળે,
ખરેખર છે કંદ પુસ્તક.
