વીતી ગયેલું વરસ
વીતી ગયેલું વરસ


હુ માઠું લાગ્યું આ વીતી ગયેલું વરસ,
પણ થોડું હતું સરસ.
લાલચ લોભ પાછળ આંધળી દોડ મૂકી છે,
એમાં જ તે જિંદગી જીવવાની તક ચુકી છે,
પડી ખબર કે બહુ સારી નથી આ તરસ.
ના જાણે આપણે કેટલા પોતાનામાં જ મસ્ત હતા,
ખબર નહીં આપણે કેવા ફાલતું કામે વ્યસ્ત હતા,
લુપ્ત થતો હતો પ્રેમ અસર પરસ.
છોડી બધા ઉધામા જીવનને બસ માણી લો,
કોઈ લંબાવે હાથ તો સરસ મજાની તાળી દો,
થતાં રહે સ્નેહીજનોના સ્પરશ.