બા હતા ત્યારે
બા હતા ત્યારે
બા હતા
ત્યારે કહી કહીને
થાક્યા
કે
એક વાર મળી જાઓ.
બસ
એક જ વાત
બા હમણાં સમય નથી
રજાનો મેળ નથી
નિરાંતે આવીશું.
હમણાં નહિ
એક દિવસ
બા ચાલ્યા ગયા.
તેની પાછળ બધા
જ્યાં હતા ત્યાંથી દોડી આવ્યા
દૂર દેશવારથી પણ.
રજા મળી
નિરાંત પણ મળી.
બસ
બા ના મળ્યા.
