Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shreyas Trivedi

Others

3  

Shreyas Trivedi

Others

આઝાદી

આઝાદી

1 min
27

છે કિંમતી મળશે તમને નહિ સરળ સસ્તીની આઝાદી,

ગંભીર બનો ભાઈ થોડી નકરી જ મસ્તીની આઝાદી,

કો' છો આપી છૂટ પસંદગીની તમને અભિહાલે,

બીજી તરફ કરે માથે તું જબરદસ્તીની આઝાદી,

મંઝિલે તો જ પહોંચીશું જો ચોક્કસ દિશામાં જઈશું,

નહિ તો થશે મઝધારે ડૂબતી આ જ કશ્તીની આઝાદી,

અખબારે બનતી મેઈન સમાચાર મથાળે મોટા મોટા શબ્દોમાં,

સૂરજ ઢળતા થઈ જાયે છે વાસી જ પસ્તીની આઝાદી,

છોને ટળવળતી ભૂખ ગરીબી ભ્રષ્ટાચાર મહી હંમેશાને,

કેને ગણશે છેવાડે રેતી આ જ વસ્તીની આઝાદી,

મેળવવા હક સૌ ટાંપીને તો બેઠા છે તરત જ ઉપડ્યા લોકો,

દેખાડે કોણ અહીં સ્વજન તે ફરજપસ્તીની આઝાદી,

દંડાતા ચોર મુઠ્ઠી જયારે મ્હાલે ફૂંકનારા અબજો મોજેથી,

મારી બે-ચાર સવારે સાંજે જે ગશ્તીની આઝાદી,

જતન કરવું કઈ રીતે એ તો ભણતર લેવુ રહ્યું 'હોશ' 

તો રે'શે જીવંત હું ને મારી હસ્તીની આઝાદી.

Rate this content
Log in