STORYMIRROR

Shreyas Trivedi

Classics

3  

Shreyas Trivedi

Classics

પળ-ક્ષણ

પળ-ક્ષણ

1 min
25.4K


કૂંપળ ફૂટ્યાંની પળ,

આયખું લૂંટયાની પળ.

તક ચાલ્યા પછી,

માથું કુટયાની પળ.

વારંવારે આવતી,

એકડો ઘૂંટયાની પળ.

છાપે ચડતી ઘટના;

મડદા ચુથ્યાની પળ.

ડુબતાને ખબર પડે,

શું હાથ છૂટ્યાની પળ.

અંજળપાણી પૂરા,

શ્વાસો ખૂટયાની પળ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics