બારીની બહાર
બારીની બહાર
બારીની બહાર
એક ધસમસતો રસ્તો ને અંદર વેરાન એક કેડી
બારીની બહાર
હું રોજ જાઉં ધસતો ને અંદર સફર ક્યાં મેં ખેડી,
બારીની બહાર એક
ઉછળતો સમુદ્ર ને અંદર બંધિયાર નદી
બારીની બહાર
રોજ બદલાય છે તારીખો ને અંદર થોભેલી એક સદી,
બારીની બહાર
હું સંબંધો બાંધતો ને અંદર સંવેદનો મૌન
બારીની બહાર
મને ઓળખે જગત ને અંદરથી પ્રશ્ન હું કોણ?
બારીની બહાર
વરસે ધોધમાર વરસાદ ને અંદરથી હું સાવ કોરો
બારીની બહાર
પડે મારું વજન ને અંદરથી હું સાવ ફોરો
બારીની બહાર
હું દોડતો જગતની સાથે અંદરથી છું સાવ સ્થિર
બારીની બહાર
હું સંભાળું કેટલાય સાદ ને અંદરથી મુક બધીર
બારીની બહાર
હું દોડતો જે પામવા અંદરથી લાગે એ નકામું
બારીની બહાર
બધા મળે ડગલે ને પગલે અંદર ક્યાં મળે કોઈ સામું?
બારીની બહાર
હું ભળેલો છું ભીડમાં ને અંદરથી વેરાન રણમાં
બારીની બહાર
હું હોઉં છું પળમાં ને અંદર પણ છું ક્ષણમાં
બારીની બહાર
ભલે હું દેખાઉં મોટો ને અંદરથી બાળક નાનું
બારીની બહાર છે
યંત્રવત જીવન ને અંદર છે એ મજાનું.
