STORYMIRROR

Heena Modi

Children Inspirational

4  

Heena Modi

Children Inspirational

પ્રિય પપ્પા!

પ્રિય પપ્પા!

1 min
27.5K


પ્રિય પપ્પા!

મને યાદ મારી શાળાના પ્રથમ દિવસે

મારી નાનકડી આંગળીઓને વિખૂટી કરી દીધી હતી.

મારી નાનકડી આંખોમાં અસંખ્ય સ્વપ્ના ભરવા માટે,

હરહંમેશ નિર્દોષ પ્રેમથી છલકાતી

તમારી આંખો તે દિવસે મારી સમક્ષ એક નિષ્ઠુર-ક્રૂર

પહાડની માફક સ્થિર હતી.


ઊંચા ગગને-વિરાટ આભમાં ઉડાન કરવું જ પડે

એ આશયથી ચકલી તેનાં બચ્ચાંને માળામાંથી

બહાર ધકેલી દે. બસ!

એ જ રીતે તમે પણ મને,

મારાં નાનાં-નાનાં બાહુ વિશાળ વૃક્ષની માફક ફેલાયા હતા

છતાં-પણ....!

તમારું પ્રયોજન મારા ઉજ્જવળ ભવિષ્યનું હતું.

પરંતુ,

એ વાત હું સમજી શકી ન હતી.

હવે આજે તમે,

મોતિયો કાઢવેલી આંખોથી

મારાં આવવાની રાહ જુઓ છો ત્યારે

સંસારના ચક્રવ્યૂહમાં ફસાયેલી આપની દીકરી

તમારી ભાવનાને હડસેલી દે છે,

લાકડીનો ટેકો બનવાની જગ્યાએ તમને

એકલાં-અટૂલાં છોડી દે છે.


છતાં....

તમે મને સમજી શકો છો.

બસ....

પિતા અને પુત્રી વચ્ચે

આ જ ફરક છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children