ભારતની સંસ્કૃતિ
ભારતની સંસ્કૃતિ
ટપકતી લાશો પડે છે કાશ્મીરમાં,
વહેતી આંખો ઉભી છે દેશનાં આંગણમાં,
કોઈ માનો લાડકવાયો છે,
કોઈ બહેનનો લાડકવાયો છે,
અનેક કુરબાન થયાં છે, વ્હાલાં ભારત કાજે,
અનેક સુહાગ ખોયાં વ્હાલી માતૃભૂમિ કાજે,
જાનની પરવા કર્યાં વિના,
રક્ષક બન્યાં ભારતનાં,
ભારતનાં વીર સપૂતોએ
લાજ રાખી ભારત માતાની,
સમય સમય પર ખેલીને
નામના રાખી છે ભારત માતાની,
શાંતિના ચાહક છે,
પ્રેમનાં રક્ષક છે,
ધરતીનાં પ્રેમામૃતને
ધરતી પર વહેવડાવી જાય છે,
નિર્ભયતાનાં અભય કવચ,
સૌને બતાવી જાય છે,
ગિરિ સમ અચલ રહે છે,
સરિતા સમ દિલદાર છે,
ભારતની ધર્મધજાને ફરતી
રાખે છે આલમમાં,
જીવનનાં સાગરને જીતે છે
નામના રાખી આલમમાં,
દુનિયાવાળાને રાહ બતાવે છે,
સંસ્કૃતિને સંસ્કૃત બનાવે છે,
હો... ભાગ્યલલાટનાં ચમકતાં સિતારા હોય,
નિર્ભય, નિડર, લીડર બનો,
ભરતનાં પૂર્વજ સમ બનો,
પ્રાચીન નીતિને અપનાવો,
ગીત પ્યારનાં તમ ગાવો,
ભાનુસમ ચમકી ગયેલાં,
ભારતને ફરી ચમકાવો,
ભારતની સંસ્કૃતિની,
જયગાથા ફરી ગવડાવો.