દીકરી તું એટલી દૂર
દીકરી તું એટલી દૂર
1 min
26.7K
મારા સ્વપ્નમાં જ તું આવે,
દીકરી તું એટલી દૂર એટલી દૂર.
મારા મનનાં દ્વારિકામાં ગયા હિંડોળા થંભી,
દીકરી તું એટલી દૂર.
ધીમા ધીમા વાય પવન,
સાંભળું તારા પગરવનો ભાસ,
દોડી જાઉં તો ખાલીખમ આભાસ,
દીકરી તું એટલી દૂર એટલી દૂર.
મોર ગ્હેકે, ટહુકે કોયલ, ક્યાય ન રહેકે તું,
દીકરી તું એટલી દૂર એટલી દૂર.
મારા વૃંદાવનની કેડીઓ સૂની સૂની,
મારી આંખલડી જાય તલસી છતાં મારા હૈયે તું વસી,
ક્યાંય તું ન દીઠી ન દીઠી, દીકરી તું એટલી દૂર.
