Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Modi

Inspirational

3  

Heena Modi

Inspirational

યાચના હે દાતા !

યાચના હે દાતા !

1 min
13.9K


બે સંતાનોના માતા બન્યા પછી;

આહલાદક આનંદની છોળોમાં,

કયાંક...

ગભરું બની જાઉં છું.

કહેવાતા ‘જનરેશન ગેપ’ માં

કયાંક...

ગભરું પારેવાની જેમ ફફડી ઊઠું,

તે પહેલાં....

હે અધિષ્ઠતા !

અપાર, પ્રેમ, કરુણા, મમતાથી ઠસોઠસ

માતૃહદયમાં ધૈર્ય ભરી દે.

તે પહેલા....

મારાં બાળકોની નાનકડી આંખોમાં-

દ્રષ્ટિકોણ રચી દે.

જેથી-

મારી વાતો બકવાશ ન લાગે,

મારા બાળકો હરણફાળ હરીફાઈઓમાં-

હડસેલવું પડે એ આજની નિતિ છે.

પરંતુ

એ પહેલાં....

હે શકિતનાં સ્ત્રોત !

મારા બાળકોની નાની-નાની પગલીમાં....

અખૂટ જોમ, ઉત્સાહ અને સાચી દિશા ભરી દે.

જેથી....

આ સુંદર જીવનનો મહિમા જાળવી શકે,

આજના સમયની આ જ રીત છે.

એવું-

મારા નિર્દોષ સંતાનોને સમજાવી દે,

તારા મકકમ સાથની કૃપા વરસાવી દે.

હે અંર્તયામી !

એક નારી તરીકે હરક્ષણ કસોટી આપવી

એ મારું કર્મ અને ધર્મ છે.

પહેલાં.....

દીકરી

પછી

વહું અને પત્ની

તારી કૃપાથી દરેક કસોટીઓમાંથી પાર ઉતરી.

પરંતુ....

હવે....

આવનારી અગ્નિપરીક્ષા-

એક સફળ માતા....

હર પલ....

હેમખેમ....

પાર ઉતરું એ માટે-

ધૈર્ય, દીર્ઘદ્રષ્ટી, સહનશીલતા, કાર્યશીલતા

તેમજ-

કયારેય પણ-

મારાં કર્તવ્યમાં ઊણી ન ઊતરું

એથી-

અપાર શકિત અને અખૂટ સ્નેહનો ભંડાર

જીવનપર્યંત બક્ષજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational