STORYMIRROR

Ashish Gajjar

Inspirational Others

4  

Ashish Gajjar

Inspirational Others

હું એક નારી છું

હું એક નારી છું

1 min
27K


હા, હું એક નારી છું,પણ, અવતારી છું

 

નાગણ જેવુ જ છે. મારુ 

હું પણ ઇચછાધારી છું 

ઝુંપડા મા જન્મી ને 

મધર ટેરેસા ની વ્હાલી છું 


મહેલો મા મોટી થઈ ને 

શુરવીર ઝાંસી ની રાણી છું 

દૈવીઓ માં પણ, સ્થાન મારુ 

અન્નપુણા,સરસ્વતી,મહાકાળી છું 


માન આપનાર ને આશિષ આપુ 

અપમાન કરનારા પર, ભારી છું 

ડોક્ટર,ઇજનેર,વિજ્ઞાની બનુ 

પળે પળ આગળ વધનારી છું 


સંઘર્ષ ના, આ વિશાળ સમુદ્ર મા

એકલી,અવિરત પણે તરનારી છું 

તક દેનારા આ ખુલ્લા ગગન મા 

વગર પાંખે મન મુકી ઊડનારી છું 


ના સમજો, પાપ નો ભાર મને 

તુલસી બની ઘર ને શોભાવનારી છું 

હજી પણ ખુન કરે છે, મારુ

માટે હું કહેવાય બીચારી છું 


મને મારવામાં સમાજ ના લોકો હતા

પણ, માં તને જોઇ ને, હું લાચારી છું 

હું જેવી છું, એવી નારી છું

હે જગત, હું તો તારી છું 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational