રકઝક થઇ ગઇ
રકઝક થઇ ગઇ
1 min
13.4K
થોડી મીઠી રકઝક થઇ ગઇ,
આંખો મારી ચાતક થઇ ગઇ.
આંખો નીચી રાખું છું હું,
નજરૂં તારી ઘાતક થઇ ગઇ.
પાવન પગલાં અદભુત તારા,
રસ્તે રસ્તે ઠંડક થઇ ગઇ.
તારા આવ્યા ના કારણથી,
ઝૂંપડી મારી રોનક થઇ ગઇ.
પરચૂરણના પણ ફાંફા પડતા,
પ્યારની ત્યાં આવક થઇ ગઇ.
રંગો વિહોણું છે આ જીવન,
તારા લીધે ચકમક થઇ ગઇ.
